તમારા બધા જ કન્ટેન્ટનો સરળ અને સલામત ઍક્સેસ
ટીમવર્કને સક્ષમ બનાવવા માટે સહયોગ માટેની ક્લાઉડ-નેટિવ ઍપ
Drive ખૂબ સરળતાથી Docs, Sheets અને Slides જેવી ક્લાઉડ-નેટિવ ઍપ સાથે સંકલન સાધે છે જેથી તમારી ટીમ જે-તે સમયે જ અસરકારક સહયોગ સ્થાપી શકે. પહેલા દિવસથી જ કન્ટેન્ટ બનાવી તમારી ટીમ સાથે શેર કરો, હાલમાં ઉપયોગમાં લેવાતા સાધનોમાંથી સ્થળાંતર કરવાની કોઈ જરૂર નથી.
તમારી ટીમ જેનો ઉપયોગ કરી રહી છે તે જ સાધનો અને ઍપ સાથે સંકલન
Googleની AI અને Search ટેક્નોલોજી તમારી ટીમને વધુ ઝડપથી આગળ ધપવામાં સહાય કરે છે
કોઈપણ ડિવાઇસ પર Driveનો અનુભવ લો
Drive બધા જ મહત્ત્વના પ્લૅટફૉર્મ પર ચાલે છે જેથી તમે તમારા બ્રાઉઝર, મોબાઇલ ડિવાઇસ, ટૅબ્લેટ અને કમ્પ્યુટર પર સરળતાથી કામ કરી શકો છો.
હજારો ટીમ તેમની કાર્યપદ્ધતિમાં નોંધપાત્ર ફેરફાર લાવવા માટે Driveનો ઉપયોગ કરી રહી છે
-
“કોઈ દસ્તાવેજ શોધવા બાબતે મને ક્યારેય ચિંતા થતી નથી. બધું જ Driveમાં છે, હું કોઈપણ જગ્યાએથી તેને ઍક્સેસ કરી શકું છું, ખરેખર ઘણું મહત્ત્વનું પરિવર્તન કહેવાય”.
-
“અમારી ટીમના મોટા ભાગના સભ્યો Driveથી પરિચિત હતા અને તેનો ઉપયોગ કરવો તેમને ઘણો સહજ અને સરળ લાગ્યો, આથી નવા ફેરફારને મેનેજ કરવામાં ખાસ તકલીફ ન પડી અને અમે ખૂબ ઝડપથી આ ફેરફાર અપનાવી પણ લીધો.”
-
“Google Docs અને Drive વચ્ચે જે-તે સમયે જ થઈ જતો સહયોગ ખૂબ જરૂરી બાબત છે...જો અમે કર્મચારીઓને આ કામેથી દૂર કરવાનો પ્રયાસ કર્યો હોત, તો ખરેખર ખૂબ ધાંધલ મચી જાત—સંપૂર્ણ અવ્યવસ્થા.”
-
“AI મારફત Google સહયોગ અને વ્યક્તિગત ઉત્પાદનક્ષમતામાં ક્રાંતિકારી પરિવર્તન લાવી રહ્યું છે. કર્મચારીઓ નજીવા કાર્યો પાછળ સમય વેડફવાને બદલે અમારા ગ્રાહકો માટે મૂલ્યવૃદ્ધિ કરવામાં વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.”
તમારી ટીમ જેનો ઉપયોગ કરી રહી છે તે જ સાધનો સાથે Drive સંકલન સાધે છે
ચાલો, શરૂ કરીએ
વ્યક્તિઓ
કોઈપણ મોબાઇલ ડિવાઇસ, ટૅબ્લેટ કે કમ્પ્યુટરમાંથી તમારી ફાઇલો અને ફોલ્ડરો સ્ટોર કરો, તેમને શેર કરો અને ઍક્સેસ કરો—અને પહેલા 15GBનો સ્ટોરેજ તમને મફત મળશે.
ટીમ
તમારા માટે ફાઇલો શેર, સ્ટોર અને ઍક્સેસ કરવાનું સરળ બનાવનાર, સહયોગ માટેના ક્લાઉડ-આધારિત, સુરક્ષિત પ્લૅટફૉર્મ વડે તમારી ટીમને ઝડપથી આગળ ધપવામાં સહાય કરો.
એન્ટરપ્રાઇઝ
ડેટા નુકસાન અટકાવ, ઇ-શોધ માટે Vault અને આર્કાઇવની સુવિધા તેમજ સુરક્ષા કેન્દ્ર વડે તમારી કંપનીના ડેટાને સલામત રાખો અને તેનું રક્ષણ કરો.