Google Sheetsમાં ડેટા આધારિત નિર્ણયો લો
એક જ સમયે અને કોઈપણ ડિવાઇસ પરથી ઑનલાઇન સ્પ્રેડશીટ બનાવો અને તેના માટે સહયોગ કરો.
ગમે ત્યાંથી ડેટા માટે સહયોગ કરો
સરળ શેરિંગ અને રિઅલ-ટાઇમમાં ફેરફાર કરવાની સુવિધા વડે, તમારી ઑનલાઇન સ્પ્રેડશીટમાં ડેટા માટે પાયાનું તથ્ય પ્રસ્થાપિત કરો. વિશ્લેષણ કરવાનું ચાલુ રહે તે માટે, કૉમેન્ટનો ઉપયોગ કરો અને ક્રિયા આઇટમ સોંપો.
બિલ્ટ-ઇન ઇન્ટેલિજન્સ વડે વધુ ઝડપથી જાણકારી મેળવો
Smart Fill અને ફોર્મ્યુલાના સૂચનો જેવી સહાયક સુવિધાઓ તમને ઓછી ભૂલો સાથે વધુ ઝડપથી વિશ્લેષણ કરવામાં સહાય કરે છે. અને સરળ ભાષામાં તમારા ડેટા વિશે પ્રશ્નો પૂછીને ઝડપથી જાણકારી મેળવો.
Googleની અન્ય ઍપ સાથે વિક્ષેપ વિના સરળતાથી કનેક્ટ થાઓ
તમને ગમતી Googleની અન્ય ઍપ સાથે Sheetsને સમજી વિચારીને કનેક્ટ કરવામાં આવ્યું છે, જે તમારો સમય બચાવે છે. Sheetsમાં Google Formsના ડેટાનું સરળતાથી વિશ્લેષણ કરો અથવા Google Slides અને Docsમાં Sheetsના ચાર્ટ શામેલ કરો. તમે સીધો Gmailમાંથી કૉમેન્ટનો જવાબ પણ આપી શકો છો અને Google Meet પર તમારી સ્પ્રેડશીટ સરળતાથી પ્રસ્તુત કરી શકો છો.
Excel ફાઇલોમાં સહયોગ અને ઇન્ટેલિજન્સ વધારો
Microsoft Excel સ્પ્રેડશીટનું રૂપાંતરણ કર્યા વિના સરળતાથી તેમાં ઑનલાઇન ફેરફાર કરો તથા કૉમેન્ટ, ક્રિયા આઇટમ અને Smart Fill સુવિધાઓ જેવી Sheetsની વધુ સારી બનાવેલી સહયોગાત્મક અને સહાયક સુવિધાઓ પરના સ્તરમાં ફેરફાર કરો.
કસ્ટમ નિરાકરણો બનાવો
વ્યવસાય માટેની ઍપ અને ઑટોમૅશન બનાવીને વર્કફ્લોની ગતિ વધારો. Sheetsમાં સૌથી ઉપર કસ્ટમ ઍપ્લિકેશનો બનાવવા માટે AppSheetનો ઉપયોગ કરો, કોડ લખવાની જરૂર નથી. અથવા Apps Scriptની મદદથી કસ્ટમ કાર્યો, મેનૂ આઇટમ અને મૅક્રો ઉમેરો.
હંમેશાં નવા ડેટા સાથે કામ કરો
Sheets વડે, પ્રત્યેક વ્યક્તિ હંમેશાં સ્પ્રેડશીટના એકદમ નવા વર્ઝન પર કામ કરે છે. અને વર્ઝનના ઇતિહાસમાં ઑટોમૅટિક રીતે સચવાયેલા ફેરફારો વડે, છેલ્લા ફેરફારોને રદ કરવાનું અથવા વ્યક્તિગત સ્પ્રેડશીટ સેલનો ઇતિહાસ જોવાનું સરળ બને છે.
મહત્ત્વપૂર્ણ ડેટા સાથે વિક્ષેપ વિના સરળતાથી કનેક્ટ કરો
તમે ઉપયોગ કરતા હોય એવા અન્ય ટૂલમાંથી ડેટા લઈને તેનું વિશ્લેષણ કરો, જેમ કે Salesforcemમાંથી ગ્રાહક ડેટા. એન્ટરપ્રાઇઝ ગ્રાહકો પણ કોઈપણ કોડ લખ્યા વિના, Sheetsmમાં BigQuery ડેટાની અબજો પંક્તિઓનું વિશ્લેષણ કરવા માટે કનેક્ટેડ શીટનો ઉપયોગ કરી શકે છે.
સુરક્ષા, અનુપાલન અને પ્રાઇવસી
ડિફૉલ્ટ તરીકે સુરક્ષિત
અમે તમારા ડેટાને સુરક્ષિત રાખવા માટે વિગતવાર માલવેર સંરક્ષણો સહિત, ઉદ્યોગ જગતના અગ્રણી સુરક્ષા માપદંડોનો ઉપયોગ કરીએ છીએ. Sheets પણ ક્લાઉડ-નેટિવ છે, જે સ્થાનિક ફાઇલોની આવશ્યકતા દૂર કરે છે અને તમારા ડિવાઇસ પરનું જોખમ ઘટાડે છે.
ટ્રાન્ઝિટમાં અને સ્થિરતામાં એન્ક્રિપ્શન
Google Drive પર અપલોડ કરેલી અથવા Sheetsમાં બનાવેલી બધી ફાઇલો ટ્રાન્ઝિટમાં અને સ્થિરતામાં એન્ક્રિપ્ટેડ હોય છે.
નિયમનકારી આવશ્યકતાઓને સપોર્ટ કરવા માટે અનુપાલન
Sheets સહિતની અમારી પ્રોડક્ટને નિયમિતપણે તેમની સુરક્ષા, પ્રાઇવસી અને અનુપાલનના નિયંત્રણો માટે સ્વતંત્રપણે ચકાસવામાં આવે છે.
ડિઝાઇન અનુસાર ખાનગી
બાકીની Google Cloudની એન્ટરપ્રાઇઝ સેવાઓના સમાન જ Sheets સશક્ત પ્રાઇવસી માટેની પ્રતિબદ્ધતાઓ અને ડેટા સંરક્ષણોનું પાલન કરે છે.
તમારા ડેટાને તમે નિયંત્રિત કરો.
અમે Sheets પરના તમારા કન્ટેન્ટનો ઉપયોગ ક્યારેય જાહેરાતના હેતુઓ માટે કરીશું નહીં.
અમે તમારી વ્યક્તિગત માહિતી ક્યારેય ત્રીજા પક્ષોને વેચતા નથી.
એવો પ્લાન શોધો જે તમારા માટે યોગ્ય હોય
Google Sheets એ Google Workspaceનો ભાગ છે
દરેક પ્લાનમાં આ શામેલ છે
વ્યક્તિગત ઉપયોગ માટે (મફત) |
Business Standard$12 USD
વપરાશકર્તા દીઠ / પ્રતિ માસ, 1 વર્ષના પ્લાન માટે અથવા માસિક બિલ ભરવાનો પ્લાન લેવા પર, $14.40 વપરાશકર્તા દીઠ / પ્રતિ માસ
|
|
---|---|---|
Docs, Sheets, Slides, Forms
કન્ટેન્ટની રચના |
||
Drive
સુરક્ષિત ક્લાઉડ સ્ટોરેજ |
વપરાશકર્તા દીઠ 15 GB |
વપરાશકર્તા દીઠ 2 TB |
તમારી ટીમ માટે શેર કરેલી ડ્રાઇવ |
||
Gmail
સુરક્ષિત ઇમેઇલ |
||
કસ્ટમ વ્યવસાયનું ઇમેઇલ ઍડ્રેસ |
||
Meet
વીડિયો અને વૉઇસ કૉન્ફરન્સિંગ |
100 સહભાગી |
150 સહભાગી |
મીટિંગના રેકોર્ડિંગને Drive પર સાચવવામાં આવ્યા |
||
ઍડમિન
કેંદ્રીકૃત ઍડમિનિસ્ટ્રેશન |
||
ગ્રૂપ-આધારિત સુરક્ષા પૉલિસી નિયંત્રણો |
||
ગ્રાહક સેવા |
ઑનલાઇન સ્વ-સેવા અને સમુદાયના ચર્ચામંચો |
24/7 ઑનલાઇન સપોર્ટ અને સમુદાયના ચર્ચામંચો |
કોઈપણ ડિવાઇસ પર, ગમે ત્યાંથી સહયોગ કરો
તમે જ્યાં પણ હો, કોઈપણ મોબાઇલ ડિવાઇસ, ટૅબ્લેટ અથવા કમ્પ્યુટરમાંથી તમારી સ્પ્રેડશીટ ઍક્સેસ કરો, બનાવો અને તેમાં ફેરફાર કરો, પછી ભલે તમે ઑફલાઇન હો.
નમૂનાઓ વાપરીને આગળ શરૂઆત કરો
કાર્ય ઝડપથી શરૂ કરી શકો તે માટે વિવિધ પ્રકારના ડૅશબોર્ડ, ટ્રૅકર અને વ્યાવસાયિક રીતે ડિઝાઇન કરવામાં આવેલા અન્ય નમૂનાઓમાંથી પસંદ કરો.
વધુ નમૂના માટે Sheetsની નમૂના ગૅલરીની મુલાકાત લો.