Google Drive વડે ટીમવર્ક અને ઉત્પાદનક્ષમતામાં વધારો કરો

Drive તમારી ટીમમાં કામની ઝડપ કેવી રીતે વધારી શકે તે જોવા માટે વીડિયો જુઓ

આઇકન

સહયોગ માટેની ક્લાઉડ-નેટિવ ઍપનો સમાવેશ કરે છે

Docs

હકીકતના એક જ સ્રોત સાથે એક તાંતણે બંધાયેલા ટીમના સભ્યો કે તમારી કંપનીની બહારના લોકો સાથે કોઈ દસ્તાવેજ બાબતે સહયોગ કરો. કૉમેન્ટ અને ક્રિયા આઇટમ મારફત તમારા કન્ટેન્ટ વિશે વાતચીત કરો.

Sheets

ડેટા આધારિત નિર્ણય લેવાનું દરેક માટે સરળ બનાવો. ટીમ તરીકે સૌને માહિતી હોય તે રીતે નિર્ણયો લેવા માટે સ્પ્રેડશીટ મારફત ડેટાનું વિશ્લેષણ કરો, તેને નક્કર સ્વરૂપે જુઓ અને તેને શેર કરો.

Slides

ઉત્તમ રજૂઆત મારફત તમારું શ્રેષ્ઠ કાર્ય રજૂ કરો. નવીનતમ વર્ઝન પર સાથે મળીને કામ કરતી તમારી ટીમ સાથે સરળતાથી પ્રેઝન્ટેશન બનાવવા માટે નમૂના અને સૂચનોનો ઉપયોગ કરો.

બૅનર
આઇકન

તમારા હાલના સાધનો સાથે સંકલન સાધે છે

Microsoft Office

ફાઇલના ફૉર્મેટ બદલવાની જરૂરિયાત વિના જ તમારી ટીમ સાથે Microsoft Officeની ફાઇલોમાં સહયોગ સાધો. Officeની ફાઇલોમાં થતા ફેરફારની અસર તરત થઈ જતી હોવાથી, ટીમના એકથી વધુ સભ્યો વર્ઝન કંટ્રોલ સંબંધી સમસ્યાઓની ચિંતા કર્યા વિના સમાન ફાઇલ પર કામ કરી શકે છે.

અન્ય સાધનો

Adobe, Atlassian, Docusign, Salesforce, Slack વગેરે સહિતના, તમારી ટીમ ઉપયોગ કરતી હોય તેવા, અનેક વધારાના સાધનો અને ઍપ સાથેના સંકલનને પણ Drive સપોર્ટ કરે છે.

ફાઇલના 100થી વધુ પ્રકારો

Docs, Sheets, Slides અને Microsoft Office ઉપરાંત, Drive PDFs, CAD ફાઇલો, છબીઓ અને આવા ફાઇલના બીજા 100થી વધુ પ્રકારોને સપોર્ટ કરે છે.

બૅનર
આઇકન

Googleની AI, ML અને Search ટેક્નોલોજી દ્વારા સંચાલિત

Drive તમે દરરોજ ઉપયોગ કરો છો તેવી જ સક્ષમ અને સચોટ શોધ ટેક્નોલોજીની સુવિધા આપે છે જેથી તમારી ટીમ ઝડપથી અને સચોટતાથી યોગ્ય કન્ટેન્ટ શોધી શકે.

Priority

તમે જે શોધતા હો તેનું અનુમાન કરવા અને તે ક્ષણે સૌથી વધુ સુસંગત હોય તેવું કન્ટેન્ટ તમારી સામે રજૂ કરવા માટે Priority આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરે છે—જેથી તમને અને તમારી ટીમને 50% વધુ ઝડપે ફાઇલો શોધવામાં સહાય મળી રહે.

અન્વેષણ

અન્વેષણની સુવિધા કન્ટેન્ટ બનાવવાની ક્રિયાને વધુ ઝડપી અને વધુ સક્ષમ બનાવે છે, જેથી તમારી ટીમ સ્વાભાવિક રીતે જ ડેટા વિશે પ્રશ્નો પૂછી શકે અને સૂચવેલા કન્ટેન્ટને તમારી ફાઇલોમાં સરળતાથી શોધી તથા ઉમેરી શકે.

બૅનર

વધારાની સુવિધાઓ

આઇકન

ડ્રાઇવ ફાઇલ સ્ટ્રીમ

Driveની ફાઇલોને ક્લાઉડમાંથી સીધી તમારા Mac અથવા PC પર સ્ટ્રીમ કરો, જેથી ડિસ્કમાં જગ્યા ખાલી રાખી શકાય અને નેટવર્ક બૅન્ડવિડ્થ બચાવી શકાય. તમે કે તમારા સહયોગીઓ કોઈપણ ફેરફાર કરે તે ઑટોમૅટિક રીતે અપડેટ અને સિંક થાય છે જેથી તમારી પાસે હંમેશાં નવીનતમ વર્ઝન રહે.

આઇકન

શેર કરેલી ડ્રાઇવ

શેર કરેલી જગ્યા, જ્યાં ટીમ સરળતાથી તેમનું કન્ટેન્ટ સ્ટોર કરી શકે, શોધી શકે અને ઍક્સેસ કરી શકે. શેર કરેલી ડ્રાઇવમાં રહેલી ફાઇલો કોઈ વ્યક્તિની નહીં પણ આખી ટીમની હોય છે, આથી તમારી ટીમને કામ પૂરું કરવા માટે જે ફાઇલોની જરૂર હશે તેનો તેમને હંમેશાં ઍક્સેસ રહેશે.

આઇકન

ડેટા નુકસાન અટકાવ (DLP)

ટીમના સભ્યોને તમારી ટીમની બહારના લોકો સાથે સંવેદનશીલ કન્ટેન્ટ શેર કરતા અટકાવો. Drive સંવેદનશીલ માહિતી બાબતે ફાઇલોને સ્કૅન કરી શકે છે અને તમારી સંસ્થાની બહારની વ્યક્તિને ફાઇલને ઍક્સેસ કરવાથી બ્લૉક કરી શકે છે.

આઇકન

ઑફલાઇન ઍક્સેસ

તમારી પાસે ઇન્ટરનેટ ઍક્સેસ ન હોય, તો કંઈ વાંધો નહીં – તેમ છતાં તમે Docs, Sheets અને Slidesમાં ફાઇલો બનાવી, જોઈ અને તેમાં ફેરફાર કરી શકો છો. તમે ઑફલાઇન કરેલું કામ ઇન્ટરનેટ કનેક્શન મળશે કે તરત ઑટોમૅટિક રીતે સિંક થઈ જશે.

આઇકન આઇકન

ચાલો, શરૂ કરીએ

આઇકન

વ્યક્તિઓ

કોઈપણ મોબાઇલ ડિવાઇસ, ટૅબ્લેટ કે કમ્પ્યુટરમાંથી તમારી ફાઇલો અને ફોલ્ડરો સ્ટોર કરો, તેમને શેર કરો અને ઍક્સેસ કરો—અને પહેલા 15GBનો સ્ટોરેજ તમને મફત મળશે.

આઇકન

ટીમ

તમારા માટે ફાઇલો શેર, સ્ટોર અને ઍક્સેસ કરવાનું સરળ બનાવનાર, સહયોગ માટેના ક્લાઉડ-આધારિત, સુરક્ષિત પ્લૅટફૉર્મ વડે તમારી ટીમને ઝડપથી આગળ ધપવામાં સહાય કરો.

આઇકન

એન્ટરપ્રાઇઝ

ડેટા નુકસાન અટકાવ, ઇ-શોધ માટે Vault અને આર્કાઇવની સુવિધા તેમજ સુરક્ષા કેન્દ્ર વડે તમારી કંપનીના ડેટાને સલામત રાખો અને તેનું રક્ષણ કરો.

સાધનો