Gmail પ્રોગ્રામ નીતિઓ

Gmail નો ઉપયોગ કરતાં દરેક જણ માટે સકારાત્મક અનુભવને જાળવી રાખવામાં Gmail પ્રોગ્રામ નીતિઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સમય સમયાંતરે પાછા તપાસવાની ખાતરી કરો, કેમ કે આ નીતિઓ બદલી શકે છે. વધુ માહિતી માટે કૃપા કરીને Google ની સેવાની શરતોનો પણ સંદર્ભ લો.

સ્પામ અને બલ્ક મેઇલ

સ્પામ અથવા અવાંછિત વ્યાવસાયિક મેઇલને વિતરિત કરવા માટે Gmail નો ઉપયોગ કરશો નહીં.

ખાસ કરીને, તમને CAN-SPA અધિનિયમ અથવા અન્ય સ્પામ-વિરોધી કાયદાનું ઉલ્લંઘન કરીને ઇમેઇલ મોકલવા; ખુલ્લા, તૃતીય-પક્ષ સર્વર્સ મારફતે અનધિકૃત ઇમેઇલ મોકલવા; અથવા કોઈપણ વ્યક્તિને તેમની સંમતિ વિના ઇમેઇલ સરનામાં વિતરિત કરવા માટે Gmail નો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવતી નથી.

તમને Gmail ઇન્ટરફેસને સ્વચલિત કરવાની કે વપરાશકર્તાઓને ગેરમાર્ગે દોરતા કે છેતરતા ઇમેઇલ્સ મોકલવા, કાઢી નાખવા અથવા ફિલ્ટર કરવાની મંજૂરી આપવામાં આવતી નથી.

કૃપા કરીને ધ્યાનમાં રાખો કે “અવાંછિત" અથવા "અનિચ્છનીય" મેઇલની તમારી વ્યાખ્યા, તમારી ઇમેઇલના પ્રાપ્તકર્તાઓની દૃષ્ટિ એ અલગ હોઈ શકે છે. મોટી સંખ્યામાં પ્રાપ્તકર્તાઓને ઇમેઇલ મોકલતી વખતે વિવેકબુદ્ધિનો ઉપયોગ કરો, પછી ભલેને તમારી ઇમેઇલ્સ પ્રાપ્ત કરવા માટે પ્રાપ્તકર્તાઓ ભૂતકાળમાં ચૂંટેલા હોય. જ્યારે Gmail વપરાશકર્તાઓ ઇમેઇલ્સને સ્પામ તરીકે ચિહ્નિત કરે છે, ત્યારે તે તમે મોકલો છો તે ભાવિ સંદેશાને પણ અમારી દુરુપયોગ-વિરોધી સિસ્ટમ્સ દ્વારા સ્પામ તરીકે વર્ગીકૃત કરવામાં આવશે તેની શક્યતાને વધારી દે છે.

બહુવિધ Gmail એકાઉન્ટ્સની રચના અને ઉપયોગ

Google નીતિઓનો દુરુપયોગ કરવા, Gmail એકાઉન્ટ મર્યાદાઓને ટાળવા,  ફિલ્ટર્સને છેતરવા અથવા અન્યથા તમારા એકાઉન્ટ પર લગાવેલા પ્રતિબંધોનો નાશ કરવા માટે બહુવિધ એકાઉન્ટ્સ બનાવવા કે ઉપયોગમાં લેવા નહીં. (ઉદાહરણ તરીકે, દુરુપયોગને લીધે જો તમને બીજા વપરાશકર્તા દ્વારા અવરોધિત કરવામાં આવ્યાં છે અથવા તો તમારું Gmail એકાઉન્ટ અક્ષમ કરવામાં આવ્યું હોય, તો સમાન પ્રવૃત્તિમાં સંલગ્ન બદલી એકાઉન્ટ બનાવશો નહીં.)

તમને સ્વચલિત માધ્યમો અથવા અન્ય લોકોને Gmail એકાઉન્ટ્સની ખરીદી, વેચાણ, વેપાર અથવા પુનઃ-વેચાણ દ્વારા Gmail એકાઉન્ટ્સ બનાવવાની પણ મંજૂરી નથી.

માલવેર

વાયરસ, માલવેર, વર્મ્સ, ખામીઓ, ટ્રોજન હોર્સ, દૂષિત ફાઇલો અથવા વિનાશક કે ભ્રામક પ્રકારની કોઈપણ અન્ય આઇટમ્સને મોકલવા માટે Gmail નો ઉપયોગ કરવો નહીં. વધુમાં, Google અથવા અન્યનાં નેટવર્કસ, સર્વર્સ અથવા અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કામગીરીને નુકસાન પહોંચાડે અથવા તેમાં વિક્ષેપ કરે તેવી સામગ્રીનું વિતરણ કરવું નહીં.

કપટ, ફિશિંગ અને અન્ય ભ્રામક સિદ્ધાંતો

તમે બીજા વપરાશકર્તાના Gmail એકાઉન્ટને તેમની સ્પષ્ટ પરવાનગી વિના અ‍ૅક્સેસ કરી શકો નહીં. ખોટા બહાના કરીને માહિતી શેર કરવા માટે અન્ય વપરાશકર્તાઓને છેતરશો, ગેરમાર્ગે દોરશો અથવા તો ભ્રમમાં નાખશો નહીં.

લોગિન માહિતી, પાસવર્ડ્સ, નાણાકીય વિગતો અથવા સરકારી ઓળખ ક્રમાંક જેવા વપરાશકર્તાના ડેટા માટે ફિશ કરવું નહીં અથવા અન્ય લોકોને છેતરવાની યોજનાના ભાગ તરીકે Gmail નો ઉપયોગ કરવો નહીં.

બાળ સુરક્ષા

Google બાળક લૈંગિક દુરુપયોગ સામગ્રી સામે શૂન્ય સહિષ્ણુતા નીતિ ધરાવે છે. જો અમને આવી કોઈ સામગ્રીની જાણ થશે, તો કાયદાની આવશ્યકતા મુજબ અમે નેશનલ સેન્ટર ફૉર મિસિંગ એન્ડ એક્સપ્લોઇટેડ ચિલ્ડ્રનને તેની જાણ કરીશું. અમે આમાં જે કોઈ શામેલ છે તેના Google એકાઉન્ટ્સ સામે સમાપ્તિ સહિતના શિસ્તભંગના પગલાં પણ લઈ શકીએ છીએ.

કોપિરાઇટ

કૉપિરાઇટ કાયદાનો આદર કરો. પેટન્ટ, ટ્રેડમાર્ક, વ્યાપાર રહસ્ય, અથવા અન્ય સ્વત્વાધારિત હકો સહિત, અન્ય લોકોના બૌદ્ધિક સંપદા હકોનું ઉલ્લંઘન કરશો નહીં. તમને બૌદ્ધિક સંપદા હકોનું ઉલ્લંઘન કરવા માટે અન્ય લોકોને પ્રોત્સાહિત કે પ્રેરિત કરવાની પણ મંજૂરી આપવામાં આવતી નથી. તમે આ ફોર્મનો ઉપયોગ કરીને Google ને કૉપિરાઇટ ઉલ્લંઘનની જાણ કરી શકો છો

ઉત્પીડન

અન્ય લોકોનું ઉત્પીડન કરવા, ડરાવવા અથવા ધમકાવવા માટે Gmail નો ઉપયોગ કરશો નહીં. આ ઉદ્દેશ્યો માટે Gmail નો ઉપયોગ કરતાં કોઈપણનું એકાઉન્ટ અક્ષમ કરવામાં આવી શકે છે.

ગેરકાયદે પ્રવૃત્તિ

તેને કાયદેસર રાખો. ગેરકાનૂની પ્રવૃત્તિઓનો પ્રચાર કરવા, ગોઠવવા અથવા તેમાં શામેલ થવા માટે Gmail નો ઉપયોગ કરશો નહીં.